Testimonial

સી.આર.પાટીલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, સાંસદ નવસારી

ચીખલી અને ખેરગામ તાલુકામાં ‘ શારદા ફાઉન્ડેશન ’ સેવાના પર્યાયરૂપ ગણાય છે. સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરીને આગવી સરાહના પ્રાપ્ત કરનાર શ્રી દર્શનભાઈ દેસાઈ વાસ્તવમાં સેવાભાવી દાદાશ્રી સ્વ.મોહનકાકાના આશીર્વાદ અને પિતાશ્રી અરવિંદભાઈના પ્રેરકબળ, પ્રોત્સાહન અને પથ દર્શનના અન્વયે તેઓ ‘ શારદા ફાઉન્ડેશન ’ દ્વારા વિવિધ રચનાત્મક કાર્યોનું સફળતા પૂર્વક આયોજન કરી રહ્યા છે. શ્રી દર્શનભાઈ દેસાઈની કાર્યપધ્ધતિ અને કર્તવ્ય પરાયણતા પ્રશંસનીય છે. ચીખલીમાં સાંસદ તરીકે મારો અભિવાદન સમારોહ રાખવમાં આવ્યો હતો ત્યારે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મહત્વકાંક્ષી અને ક્લ્યાણકારી ‘ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ’ ને સાકાર કરવાનું મેં આહવાન કર્યુ હતું. શારદા ફાઉન્ડેશને પૂરેપૂરી પ્રતિબદ્વતા સાથે ૫૦૦૦ આદિવાસી નિરાધાર વિધવા બહેનોને આ યોજનામાં સામેલ કરી અને પાંચ વર્ષ માટે તેમના પ્રિમીયમ ભરવાની જવાબદારી ઉપાડવામાં આવી છે.

આવી જ રીતે ‘ શારદા ફાઉન્ડેશન ’ દ્વારા સારા-ખરાબ પ્રસંગોમાં આગણ આવી લોકોને મદદરૂપ થઈ અનેક પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. ‘ શારદા ફાઉન્ડેશન ’ ના ઉપક્રમે અનેકવિધ પ્રવૃતિઓ સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા બદલ અભિનંદન. આવી જ રીતે સેવાકીય તેમજ લોકોપયોગી પ્રવૃતિઓમાં કાર્યરત રહો એવી મારી હાર્દિક શુભકામના...

આત્મારામ પરમાર
પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય

ભારત દેશના યશસ્વી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ષગાંઠ નિમિતે આપની સંસ્થાની દત્તક લેવાયેલી ગંગાસ્વરૂપ બહેનો મારફતે પુસ્તિકા સ્વરૂપે શુભેચ્છા સંદેશ મોકલવાનું પગલું પ્રશંસનીય છે.

શારદા ફાઉન્ડેશન ની અનેક સેવાભાવી પ્રવૃત્તિઓનો હું સાક્ષિ બન્યો છું આપના પરિવારના સભ્યો આ સેવાભાવી પ્રવૃત્તિમા જોડાયેલા છો ત્યારે આપની સેવાભાવી પ્રવૃત્તિઓનો લાભ જરૂરતમંદોને તેમની જીદંગીમાં, પ્રગતિમાં મદદરૂપ થાય એવી અંતરથી શુભેચ્છા.

માનનીય મોદી સાહેબના જન્મદિવસની શુભેચ્છા માટે આપ જે નવતર પ્રયોગ કર્યો છે. જેનાથી સાહેબની રાષ્ટ્રીની સેવાની સુવાસ વિશ્વસ્તરે પ્રસરે એવી અંતરની અભિલાષા સહ,

દિલીપ સંઘાણી
પૂર્વ કેબિનેટ મંત્રી, ગુજરાત રાજ્ય, વાઈસ ચેરમેન IFFCO

વામન અવસ્થામાં વિરાટ સેવાકાર્યની પ્રસરતી સુવાસ મે સંસ્થાના લાભાર્થે આયોજીત અયોધ્યા નરેશ ભગવાન શ્રી રામના ગુણાનુવાદ “ શ્રી રામ કથા “ ના ધર્મલાભના લ્હાવા સાથે નિહાળી આપ શારદા ફાઉન્ડેશનના માધ્યમથી મહિલાઓની આપદા અને વિપદા દૂર કરવાનો પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. અહિ બહેનોની વિશેષ ઉપસ્થિતી આ સેવાકાર્યનું પરિણામ છે.

સંસ્થાની વૃતિ અને પ્રવૃતિ વધુને વધુ સમાજોપયોગી, પ્રેરણાદાયી અને અન્યોને સહાયક નિવડે તેવી અભ્યથર્ના.

ખુબ... ખુબ... અભિનંદન સાથે ધન્યવાદ પાઠવુ છુ,

નરેશભાઈ એમ.પટેલ
ધારાસભ્ય, ગણદેવી

પરમ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ષગાંઠ નિમિત્તે શારદા ફાઉન્ડેશન દ્ગારા દત્તક લેવાયેલી ગરીબ વિધવા બહેનોના શુભેચ્છા સંદેશાઓ પુસ્તિકા સ્વરૂપે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને મોકલાવવાનો સંકલ્પ કર્યો છે તે બદલ આપને હાર્દિક શુભકામના પાઠવું છું.

મારા મત વિસ્તારના ચીખલી તાલુકામાં દર્શન દેસાઈ દ્ગારા ચાલતી શારદા ફાઉન્ડેશનની પ્રવૃત્તિથી અનેક કાર્યક્રમોમાં મારે જવાનું થયું છે. ત્યારે દરેક કાર્યક્રમ ગરીબ લાભાર્થીઓના હિતમાં થતાં હોય છે. પરંતું ખાસ કરીને ચીખલી તથા ખેરગામ તાલુકાની ૧૦,૦૦૦ જેટલી વિધવા બહેનોને દત્તક લઈને તમામ પ્રકારની સેવા આ ટ્રસ્ટ દ્ગારા પ્રદાન કરવામાં આવી રહી છે તે મારા માટે ખૂબ આનંદનો વિષય છે. કારણ કે હું પણ એક વિધવા માં નો દિકરો પણ છું. મે પણ ગરીબાઈ ઘણી જોઈ છે. કોઈપણ માં જ્યારે વિધવા બની જતી હોય ત્યારે એમના ઉપર મારી દ્દષ્ટિએ ખૂબ જ મોટી આફતોમાંથી સામનો કરી પસાર થવું પડે છે. જ્યારે આવી માતાઓ – બહેનો માટે આ ટ્રસ્ટ એની માંદગી હોય તો તેમને તબીબી સારવાર આપવાનું, કોઈનું નબળું ઘર હોય તો સારું ઘર આપવાનું તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓમાંથી મળતા લાભો અપાવવા આ બધી જ પ્રકારની કામગીરીથી હું વાકેફ છું.

જેથી દર્શનભાઈ દેસાઈ દ્વારા ચાલતી શારદા ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ હરહંમેશા કરતાં રહે અને આ પ્રવૃત્તિ કરવા માટે પ્રભુ એમને શક્તિ આપે એવી મારી ભગવાનને પ્રાર્થના.

પિયુષ દેસાઈ.
ધારાસભ્ય, નવસારી

ભાઈ શ્રી દર્શનભાઈ દેસાઈ અને સમગ્ર શારદા ફાઉન્ડેશન પરિવાર.

શારદા ફાઉન્ડેશન અને આપશ્રીની પ્રવ્રતિ થી હું ખુબજ પ્રભાવિત છું. આપના દ્રારા યોજાયેલ ઘણાં સેવાકીય પ્રસંગોમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી જે આપના દ્રારા થતાં સેવા યજ્ઞ દ્રારા ગરીબ, અને શોષિત વર્ગના ઉત્થાન માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે. તેમજ કોવિડ-૧૯ મહામારીના સંકટમાં જ્યારે જન જીવન જકડાઈ ગયું હતું ત્યારે આપના શારદા ફાઉન્ડેશન દ્રારા જાતી ભેદભાવ વગર જરૂરીયાત મંદો સુધી અનાજ-કરીયાણા ની કીટો તથા શાકભાજી અન્નદાન કરી સર્વત્ર માનવતાની મહેક પ્રસરાવી છે. અને ઘણી સંવેદનશીલ સેવાકીય કામગીરી કરી છે. જે નો હું નજીક થી સાક્ષી છું શારદા ફાઉન્ડેશન ની કામગીરી બિરદાવવાને યોગ્ય છે.

આપણા સંવેદનશીલ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જ્ન્મદિવસ નિમિત્તે આપના ફાઉન્ડેશન દ્રારા ગરીબ વિધવા બહેનોને દત્તક લઈ તેમના સામાજિક/આર્થિક ઉત્થાન માટે આપની કામગીરી સરાહનીય છે.

શારદા ફાઉન્ડેશન સમાજ સેવાના આ આદર્શને સામે રાખીને ગરીબોત્થાનનું આ ઉમદા કાર્ય અવિરત થતું રહે અને સ્વાવલંબી તથા ખુશહાલ સમાજ અને રાષ્ટ્રના નિમાર્ણ માં આપના ફાઉન્ડેશન નું અમૂલ્ય પ્રદાન રહે અવી અભ્યર્થના સહ,

આ પ્રસંગે પ્રસિધ્દ્ગ થનાર સ્મરણિકા માટે આપને ખુબ જ શુભકામના.....

ડૉ.કે.સી.પટેલ
સાંસદ,વલસાડ

શ્રી શારદા ફાઉન્ડેશન, ચીખલી દ્રારા વિધવા બહેનોને સહાય આપવાની પ્રવૃત્તિ સામાજીક યોગદાન છે. જે અભિનંદનને પાત્ર છે. આવી પ્રવૃત્તિને વેગ મળે, અને સામાજીક ક્ષેત્રે ઉત્તરોઉત્તર શારદા ફાઉન્ડેશન પ્રગતિ કરે, એવી શુભેચ્છા.

મંગુભાઈ સી.પટેલ
માજી.મંત્રી અને માજી.ધારાસભ્યશ્રી, ગણદેવી

શ્રી શારદા ફાઉન્ડેશન, ચીખલી દ્રારા વિધવા બહેનોને સહાય આપવાની પ્રવૃત્તિ સામાજીક યોગદાન છે. જે અભિનંદનને પાત્ર છે. આવી પ્રવૃત્તિને વેગ મળે, અને સામાજીક ક્ષેત્રે ઉત્તરોઉત્તર શારદા ફાઉન્ડેશન પ્રગતિ કરે, એવી શુભેચ્છા.

આ વખતે માન.વડાપ્રધાનશ્રી મોદી સાહેબના જન્મદિને પાંચ હજાર જેટલી વિધવા મહિલા બહેનોને કેન્દ્ર સરકરની વીમા યોજના થકી વીમા યોજના કવચથી વિધવા બહેનોને લાભ આપી તેમનું તથા તેમના પરિવારની સેવ કરવાનું બીડું ઝડપ્યુ છે. એવા સુંદર કાર્યને હું બિરદાવુ અને ખુબ ખુબ શુભેચ્છા પાઠવુ છું.

કનુભાઈ દેસાઈ
ધારાસભ્ય, વલસાડ

શારદા ફાઉન્ડેશનના અરવિંદભાઈ અને દર્શનભાઈ પર્યાય છે, તેઓ મહિલાના વિકાસ માટે અનેકવિદ પ્રયત્નો વર્ષોથી આદિવાસી વિસ્તારમાં કરી રહ્યા છે અને સાથે શહેરી વિસ્તાર પણ આવી જાય છે. તો એમણે આ જે ભગીરથ કાર્ય કર્યું છે, તે મહિલાઓના જીવનની, ઉન્નતિ માટે અને એમના આત્મનિર્ભરતા માટે સરાહનીય છે. અને તેમના માટે હંમેશા આગળ રહ્યા છે.

આ ફાઉન્ડેશને છેલ્લા કેટલાક વર્ષોથી સક્રિય રહીને ૧૦,૦૦૦ જેટલી વિધવા બહેનોને દત્તક લઈને તેઓની તમામ જરૂરિયાતો જેવી કે મેડિકલ સેવા, માંદગી, ઘર તૂટેલુ હોય તો તે બાંધવા તથા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રયત્નો કરે છે.

‘ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ ભાગરૂપે ૫૦૦૦ જેટલી બહેનોના વીમા ઉતરાવીને તેઓના પાચ વર્ષ સુધી પ્રીમિયમ ભરવાની જવાબદારી આ ટ્રસ્ટે સ્વીકારી છે, એ માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપુ છું.

અમિતાબેન એ.પટેલ
પ્રમુખ, જિલ્લા પંચાયત નવસારી

“ શારદા ફાઉન્ડેશનની ગરીબોલક્ષી તમામ પ્રવૃતિઓથી હું માહિતગાર છું. ગરીબ બહેનોના જર્જરિત તૂટેલા આવાસો નવા બનાવી આપવા, ગરીબ બહેનોને આરોગ્યલક્ષી ચકાસણી કરાવવી, તહેવારો નિમિત્તે બાળકોને જરૂરી સામગ્રી વહેંચવી જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓથી હું માહિતગાર છું. ” તેમના દ્રારા યોજાતા આવા સેવાકીય કાર્યક્રમોમાં વખતો-વખત મે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હાજરી આપી છે.

છેલ્લે જ્યારે કોવિડ-૧૯ ના લોકડાઉન દરમ્યાન ગરીબ લોકોને શાકભાજી, અનાજની કીટ અને જીવન જરૂરિયાતની જરૂરી સામગ્રી પહોંચાડવી તેમજ કોરોના વોરિયસ એવા પોલીસતંત્રને તૈયાર ભોજન પૂરૂ પાડવાની સરાહનીય કામગીરી તેમની સંસ્થા દ્રારા કરવામાં આવેલ છે. આ સંસ્થા આવી સમાજ અને લોક ઉપયોગી કાર્યો કરતાં રહે અને સંસ્થાના ફાઉન્ડર શ્રી દર્શનભાઈ દેસાઈ ને કુદરત આ કામગીરી કરાવામાં શક્તિ પ્રદાન કરે એવી અભિલાષા.

ડૉ.ઋત્વિજ પટેલ
પ્રમુખ, ભારતીય જનતા યુવા મોર્ચા, ગુજરાત પ્રદેશ.

કોઈકે બહું સાચું કહ્યું છે, કે સેવા ત્યારે જ થાય જ્યારે સ્વાર્થ છૂટે. શારદા ફાઉન્ડેશન ની નિસ્વાર્થ સેવાઓ મેં તેઓ દ્રારા આયોજીત રામકથા દરમ્યાન જોઈ છે. શારદા ફાઉન્ડેશનના સ્થાપક દર્શનભાઈ ના સંપર્કમાં આવ્યા બાદ, તેઓ સાથે જ્યારે જ્યારે વાત થાય છે, ત્યારે શારદા ફાઉન્ડેશનની અનેકવિદ સેવાકીય પ્રવૃતિઓથી તેઓએ મને માહિતગાર કર્યા છે. શારદા ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિથી વિસ્તારના અને આજૂ બાજૂના લોકો લાભાન્વિત થયા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના જન્મદિવસે અહી આ પુસ્તિકામાં ૫૦૦૦ બહેનોના શુભેચ્છા સંદેશાઓ ને વાચા આપવામાં આવી છે, તે ભાવને હું બિરદાવું છું, અને શુભેચ્છા પાઠવું છું.

અરવિંદ છોટુભાઈ પટેલ
ધારાસભ્યશ્રી, ધરમપુર

આપનો પત્ર વાંચીને ખુબજ હર્ષની લાગણીની અનુભૂતિ થઈ. સેવાકીય પ્રવૃત્તિના ખુબજ ઉમદા ક્ષેત્રમાં આપના ટ્રસ્ટ દ્રારા કરવામાં આવેલ જનસેવા ૨૧મી સદીમાં ખુબજ સરાહનીય છે. આપ દ્રારા અપાયેલ આ સેવા બાળકો માટે હોય, વૃદ્ધો / વડીલો માટે હોય કે આકસ્મિક સમયે લોકોને છતથી રસોડા સુધીની આપ દ્રારા કરાયેલ મદદ હોય. બધી જ જગ્યાએ આપના ટ્રસ્ટ દ્રારા અપાયેલ આ સેવા પ્રવૃતિ સમાજ માટે ઉદાહરણ બની રહે છે. આપના ટ્રસ્ટના સ્થાપક દ્રારા અપાયેલા ઉચ્ચ વિચારોથી કાર્યરત શારદા ફાઉન્ડેશન ની સેવાકીય પ્રવૃત્તિ નો લાભ મારા વિધાનસભા ક્ષેત્ર ના લોકોને પણ મળે જેમાં આપ સૌની સાથે હું પણ સેવાના કાર્યમાં સહભાગી થાવ એવી અંતઃકરણ પૂર્વકની લાગણી. આપની સેવાનો અવિરત પ્રવાહ સતત કાર્યરત રહે એવી ઈશ્વર ને પ્રાર્થના.

મધુકેશ્વર દેસાઈ
રાષ્ટ્રીય ઉપ પ્રમુખ, ભારતીય જનતા યુવા મોર્ચા

મારી જાણ માં આવ્યુ છે કે નવસારી જીલ્લાનાં ચીખલી અને ખરગામ તાલુકામાં દર્શનભાઈ દેસાઈ માનવસેવા અર્થે છેલ્લા કેટલાક વર્ષોથી શારદા ફાઉન્ડેશન ચલાવે છે. આ ફાઉન્ડેશન દ્રારા એમણે ૧૦,૦૦૦ જેટલિ વિધવા બહેનોને દત્તક લઈને તેમની તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. આ બહેનોના ઘર તુટી પડેલા હોય, માદંગી હોય કે અન્ય કોઈ જરૂરિયાત ઉભી થાય તો તેમને આ ટ્રસ્ટ મદદ કરે છે. ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ દ્રારા ૫૦૦૦ જેટલી બહેનોના વીમા ઉતરાવીને તેઓનું પ્રિમિયમ પાચ વર્ષ સુધી ભરવાની જવાબદારી લીધી છે. તે ખૂબ આનંદની વાત છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ષગાંઠે આ તમામ બહેનો શુભેચ્છાનો સંદેશો પહોચાદનાર છે. આપની આ પ્રવૃતિ હજી પણ વધુ ચાલે અને વધારેમાં વધારે ગરીબોની સેવાથાય એવી મારી કુદરતને પ્રાર્થના અને દર્શનભાઈ ને શુભેચ્છા.

ડો.ગિરીશ પંડ્યા
પોલીસ અઘિક્ષક, આર્થિક ગુના નિવારણ શાખા, સીઆઈડી ક્રાઇમ, ગાંધીનગર

નવસારી જિલ્લામાં ચીખલી સ્થિત શારદા ફાઉન્ડેશન અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓ માં અગ્રેસર છે સમાજમાં જરૂરિયાતમંદ લોકો માટે મુશ્કેલ સમયમાં હમેશાં દેવદૂત બની હાજર હોય છે. કોરોના મહામારી હોય , પૂરગ્રસ્ત સ્થિતિ હોય કે કોઈપણ કુદરતી કે માનવસર્જિત આફતો હોય, સેવાકાર્યમાં શારદા ફાઉન્ડેશન કાયમ અડીખમ ઊભું હોય છે. લોકડાઉનના કપરા સમયમાં કોરોના મહામારીને રોકવા નવસારી જિલ્લા પોલીસે સતત ખડેપગે બંદોબસ્ત ની કઠિન ફરજ બજાવેલ હતી. આ કપરા અને થકવી નાખનારા બંદોબસ્તમાં ચીખલી પોલીસ સ્ટેશનના ફરજ પરના પોલીસ, હોમગાર્ડઝ અને જીઆરડી જવાનો માટે શુદ્ગ અને સાત્વિક ભોજન ની વ્યવસ્થા કરવા બદલ જિલ્લા પોલીસ કાયમ શારદા ફાઉન્ડેશનની આભારી રહેશે. હાલમાં દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ષગાંઠ નિમિત્તે શારદા ફાઉન્ડેશન દ્વારા વિઘવા બહેનોને દત્તક લેવાના પરોપકારી કાર્ય દ્વારા પોતાના સેવાકાર્ય રૂપી મુકુટમા વઘુ એક મોરપિચ્છનો ઉમેરો કરેલ છે. શારદા ફાઉન્ડેશનના સેવાકાર્યોમાં સતત વઘારો થતો રહે, તેવી શુભેચ્છાઓ આપું છું અને આપની સમાજસેવાની ધગશને બિરદાવું છું.

દિગ્વિજય ડી.જોગીયા
નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ચીખલી, પ્રાંત કચેરી,ચીખલી

શારદા ફાઉન્ડેશન ગરીબ વિધવા બહેનો માટે ઉમદા કાર્ય કરી રહ્યું છે તેમજ કોવિડ લોકડાઉન દરમ્યાન પણ સેવાકીય પ્રવૃત્તિઓ દ્ગારા સમાજ ઉપયોગી બનેલ છે. તેમની સેવાકીય પ્રવૃત્તિ આવી જ રીતે વણથંભી ચાલ્યા કરે, તે માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

D.K.PATEL
P.I.

જયભારત સહ જણાવવાનું કે જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી આપશ્રીએ સેંકડો લોકોને માટે ભોજન તેમજ ગામે ગામ જઈને રુબરૂ અનાજની કીટ પહોંચાડીલી અને ચીખલી પોલીસ સ્ટેશનના ૧૫૦ ઉપરાંત જવાનો જે COVID ની ડ્યૂટીમાં તહેનાત હતા તેમને દોઢ મહિના (તા.૧૭/૦૪/૨૦૨૦ થી તા.૩૧/૦૫/૨૦૨૦) સુધી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર આપની શારદા ફાઉન્ડેશન દ્રારા એમના ચેકપોસ્ટ પર જઈને પહોચાડવામાં આવ્યું છે, તે બદલ અમો આપના આભારી છીએ. ભવિષ્યમાં આપના તરફથી આવો સહયોગ મળી રહશે તેવી વિનંતી. આ પ્રકારની પ્રવ્રતિ કરતા રહો તેવી મારી શુભેચ્છા.

હિરેન ડી.ચૌહાણ
આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત, ચીખલી

આદરણીય પ્રધાનમંત્રીશ્રી વર્ષગાંઠ નિમિત્તે શારદા ફાઉન્ડેશન દ્ગારા દત્તક લેવાયેલી ગરીબ વિધવા બહેનોના શુભેચ્છા સંદેશાઓ પુસ્તિકા સ્વરૂપે આરદણીય પ્રધાનમંત્રીશ્રીને મોકલાવવાનો સંકલ્પ કર્યો છે, તે બદલ આપને હાર્દિક શુભકામના પાઠવું છું.

ચીખલી તાલુકાના ગરીબ આદિવાસીઓ તથા જરૂરિયાતમંદોની મદદ માટે આપનું ફાઉન્ડેશન આજુબાજુની શાળાના બાળકો, વિધવા બહેનો તેમજ ગરીબ જરૂરિયાતમંદો માટે તબીબી સહાય તથા કુદરતી આપત્તિના સમયે જીવન નિર્વાહ કરવા માટે તાત્કાલિક યથાયોગ્ય સહાય કરે છે. વિશેષ રીતે હાલની કોરોનાની વૈશ્વિક મહામારીના કપરા સમયાગાળામાં આપના ફાઉન્ડેશન દ્ગારા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી, મોટી સંખ્યામાં અનાજ તથા શાકભાજીની કીટોનું વિતરણ તેમજ લોકડાઉનના સમયગાળા રદમ્યાન જરૂરિયાતમંદો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આમ, ચીખલી તાલુકાની ગરીબ વિધવા બહેનોના ઉત્થાન માટે આપનું ફાઉન્ડેશન જે કાર્ય કરી રહ્યું છે, જેના ફળ સ્વરૂપે લાભાન્વિત થયેલા બહેનોનાં સંદેશાઓના સંગ્રહની પુસ્તિકા તૈયાર કરી, આદરણીય પ્રધાનમંત્રીશ્રીને મોકલાવી રહ્યા છો, તેમાં તમોને સર્વપ્રકારે સફળતા મળે અને આપનું ફાઉન્ડેશન દિન પ્રતિદિન આવા જ સેવાકીય કાર્યો કરવામાં અગ્રેસર રહે, એવી શુભકામના.

પ્રિયંકા પટેલ
મામલતદાર ચીખલી

કોરોના મહામારીના અત્યંત કપરા સમયગાળામા ચીખલી તાલુકા ખાતે ગરીબ, જરૂરિયાતમંદ તેમજ શ્રમિકો માટે શારદા ફાઉન્ડેશને ભોજન વિતરણ, રાશનકીટનું વિતરણ જેવી કામગીરી વિના વિલંબે કરી છે, જે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ મહામારીના સમયગાળામાં ઉક્ત કામગીરી ઉપરાંત વહીવટીતંત્ર સાથે પણ સંકલનમા રહી વહીવટીતંત્રને પણ પૂરતો સહકાર આપેલ છે. આમ, આ પ્રમાણે શારદા ફાઉન્ડેશન દ્ગારા જરૂરિયાતમંદોના ઉત્થાન માટે કરવામા આવતી કામગીરી અવિરત ચાલતી રહે, તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વધુમા ચીખલી તાલુકાની ગરીબ વિધવા બહેનોના ઉત્થાન માટે આપનું ફાઉન્ડેશન જે કાર્ય કરી રહ્યુ છે, જેના ફળ સ્વરૂપે લાભાન્વિત થયેલ બહેનોના સંદેશાઓના સંગ્રહની પુસ્તિકા તૈયાર કરી રહ્યા છો, તેમાં તમોને સર્વપ્રકારે સફળતા મળે અને આપનું ફાઉન્ડેશન દિન પ્રતિદિન આવા સેવાકાર્યો કરવામાં અગ્રેસર રહે, એવી શુભ કામનાઓ... આભાર સહ....

પ્રફુલભાઇ શુક્લ
કથાકાર, ખેરગામ

દર્શનભાઈ દેસાઈ અને શારદા ફાઉન્ડેશન દ્વારા ગરીબોના આંસુ લૂંછવાનો મહાયજ્ઞ થઈ રહ્યો છે.હજારો વિધવા બહેનોને સાડી આપીને , નિરાધાર ગરીબનું ઘર બાંધીને , વિદ્યાર્થીઓને સહાય કરીને , મેડિકલ કેમ્પનું આયોજન કરીને દર્શનભાઈ દેસાઈએ ખૂબ જ ઉમદા કાર્યો કર્યા છે. એમના દાદા સ્વ.મોહનકાકાનો વારસો ખરા અર્થમાં જાળવ્યો છે.કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર નિઃસ્વાર્થ ભાવે દર્શનભાઈ ચીખલી , ખેરગામ , મહુવા , ગણદેવી અને વાંસદા તાલુકામાં સત્કાર્ય કરી રહ્યા છે.આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જ્ન્મદિને 'આત્મનિર્ભર' ભારત શારદા ફાઉન્ડેશન અને દર્શનભાઈ દેસાઈ નવસારી જિલ્લાનું ભવિષ્ય છે.એમના દ્વારા હજુ વધારે સેવાના સત્કાર્યો થશે, એવું દેખાઈ રહ્યું છે.

જ્યોતિ – કૃષ્ણકાંત ઉનડકટ
લેખક-પત્રકાર, અમદાવાદ

શિક્ષણ, સેવા અને સદ્કાર્યોને વરેલું શારદા ફાઉન્ડેશન

કોઈપણ દેશનો વિકાસ મહિલાઓના ઉત્થાન વગર શક્ય નથી. આપણી સંસ્કૃતિમાં તો એવું કહેવાયું છે કે, જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. ચીખલીના શારદા ફાઉન્ડેશને ગરીબ વિધવા બહેનોને દત્તક લીધી છે, એવી વાત જ્યારે અમારા ધ્યાનમાં આવી ત્યારે આ સંસ્થાને ખરેખર દાદ આપવાનું મન થઈ આવ્યું. દર્શનભાઈ દેસાઈ અને એમના જીવનસંગિની સોનલબેને પિતા અરવિંદભાઈ અને દાદા મોહનભાઈ દેસાઈની સેવા પરંપરાને અવિરત આગળ વધારી છે. દાદીમા શારદાબેનના નામે શરૂ કરવામાં આવેલ શારદા ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે.

ડાંગના આદિવાસીઓ માટે તેમણે કરેલાં કામો ખરેખર સરાહનીય છે. અમે બંનેએ આ સંસ્થાની મુલાકાત લીધી ત્યારે ત્યાં ચાલતા શિક્ષણ અને સંસ્કારના સેવાયજ્ઞને નજરે નિહાળ્યો છે. વાત સ્ત્રી સશક્તિકરણની હોય કે સ્ત્રી શિક્ષણની, શારદા ફાઉન્ડેશન સદાય અગ્રેસર રહ્યું છે. કોરોનાના કપરા કાળમાં પણ ગરીબ લોકોને ભૂખ્યાં ન સૂવું પડે, એ માટે અનાજની કીટ બનાવીને તેમણે વહેંચી હતી. આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કેમ્પથી માંડીને દિવાળીના તહેવારોમાં બાળકોને કપડાંથી માંડીને ફટાકડાં સુધીની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. એમના સેવાકીય કાર્યોનું લીસ્ટ બહુ લાંબુ છે. ટૂંકમાં કહીએ તો ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સહાયરૂપ થાય તેવા તમામ કાર્યો શારદા ફાઉન્ડેશન દ્વારા અવિરત થતાં રહે છે.

દત્તક લેવાયેલી ગરીબ વિધવા બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવવાનો વિચાર જ ઉમદા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ મહિલાઓના વિકાસ માટે સદૈવ સક્રિય રહે છે. તેમના વડાપ્રધાનપદ હેઠળ મહિલાઓ માટે ખાસ અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કદાચ શારદા ફાઉન્ડેશને વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ માટે જે માર્ગ અપનાવ્યો છે, તેવો બીજા કોઈએ નહીં અપનાવ્યો હોય.

શારદા ફાઉન્ડેશનના દર્શનભાઈ-સોનલબેન દેસાઈને ખરા દિલથી અભિનંદન. તમારા હાથે વધુ સારા કાર્યો થતાં રહે અને બાળકો તથા મહિલાઓના કલ્યાણ માટે શારદા ફાઉન્ડેશને જે જ્યોત પ્રગટાવી છે એ, સતત પ્રજ્જવલિત રહે, એવી શુભકામનાઓ.

ગીતા શ્રોફ
સોશ્યલ ઈનીસીયેટર

માં શારદાનું સ્મરણ કરતાં જ શ્વેત વસ્ત્રધારી વિધાની દેવીની છબી આંખ સામે ઊભી થાય. આપનું શારદા ફાઉન્ડેશન પણ સામાન્ય તથા ટ્રાયબલ વિસ્તારના બાળકો માટે શિક્ષણ તથા સ્પોર્ટસની સગવડો પૂરી પાડે છે, તેમજ ગંગા સ્વરૂપ, નિ:સહાય બહેનોને દત્તક લઈ તેઓને સ્વાવલંબી જીવન જીવવા માટેની પણ તકો પૂરી પાડે છે

આપના ફાઉન્ડેશન દ્ગારા મહિલા દિનની ઉજવણીના ભાગ રૂપે ‘ જીવંતિકા ૨૦૧૯ ’ નું આયોજન કરવામાં આવેલું ત્યારે મને આમંત્રિત કર્યેથી હું અનેક બહેનોને મળી શકેલ; તેથી હું આપની સંસ્થાના કાર્યોથી માહિતગાર પણ થઈ. મને જાણીને અતિ ગર્વ થયો કે આપશ્રીના દાદાજી સ્વ.મોહનલાલ દેસાઈ સ્વાતંત્ર્ય સેનાની તથા સામાજિક કાર્યકર રહ્યા હતા. આપના પિતાશ્રી બાદ આપે પણ પારિવારીક સેવાયજ્ઞ ચાલુ રાખ્યો છે, જે આપના સંસ્કારનો પરિચય આપે છે. આપની દાદીમા શારદાનો આત્મા આપને આશીર્વાદ આપતો રહેશે, અને આ સેવાની જ્યોત પેઢી દર પેઢી આગળ વધતી રહેશે એવી શુભેચ્છા. આપની મોહનલાલ ક્રિકેટ એકેડમી દ્ગારા સ્પોર્ટસને પ્રોત્સાહન મળતું રહે અને ટ્રાયબલ વિસ્તારની સરિતા ગાયકવાડ(ગોલ્ડ મેડલીસ્ટ એથ્લેટ) ની જેમ અનેક સિતારાઓ દેશને મળતા રહેશે.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદીની ૭૦ મી વર્ષગાંઠ નિમિત્તે શારદા ફાઉન્ડેશન દ્ગારા દત્તક લીધેલ ગંગા સ્વરૂપ બહેનોના શુભેચ્છાની પુસ્તિકા બનાવી મોકલી રહ્યા છો, જે આપની રાષ્ટ્ર પ્રત્યેની ઉચ્ચ ભાવના પ્રગટ કરે છે. હું અતિ ગર્વથી કહું છું કે શારદા ફાઉન્ડેશનના માધ્યમથી રાષ્ટ્રના પ્રખર પ્રધાન સેવક એવા કર્મનિષ્ઠ નરેન્દ્રભાઈને અંતરનાં ઊડાણથી આપોઆપ ઊગી નીકળેલ શુભેચ્છાઓ પાઠવી રહી છું. આપના સેવાકીય કાર્યોની ધૂણી ધખતી રહે, એવી શુભેચ્છા સહ

ડૉ.એમ એમ કુરેશી
મેનેજિંગ ડિરેકટર, ઝેનીથ ડૉક્ટર હાઉસ ,વલસાડ

શારદા ફાઉન્ડેશનનાં પ્રણેતા દર્શન દેસાઈ મૂળે ખેડૂત છે. શિક્ષણ, સેવા એમને પિતા તરફથી ભાથામાં મળેલ છે. ક્રિકેટ એમનો શોખ છે. ખેડૂત હોવાથી સખત પરિશ્રમ એમને સહજ છે. સ્કુલ-કોલેજોમાં શિક્ષણ ઉપરાંત એમની શારદા ફાઉન્ડેશન થકી અન્ય પ્રવ્રતિઓ ધ્યાન ખેંચે એવી છે. શારદા ફાઉન્ડેશને ચીખલી પંથકના જરૂરિયાતમંદોની પાયાની તકલીફોન પીછાણી છે અને તેના નિવારણના પ્રયત્નોમાં મંડી પડ્યા છે, એ મારા માટે આનંદના સમાચાર છે

શારદા ફાઉન્ડેશનનાં સેવાકર્મો બદલ દર્શનભાઈ અને સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને એમનું અભિવાદન કરું છું.

શારદા ફાઉન્ડેશનનાં સેવા કર્મોની સુવાસ આવનારા સમયમાં વધુ ને વધુ ફેલાય, એવી શુભેચ્છા સહ.

બકુલા દેસાઈ - ઘાસવાલા
લેખક, સમાજ સેવિકા.વલસાડ

શારદા ફાઉન્ડેશનની પ્રવૃત્તિ માટે લખવું એટલે જાણે પોતીકી વ્યક્તિઓ માટે કહેવાનું હોય તેવું લાગે. વર્ષે એકાદ વાર ડોકિયું કરી જાઉં એટલે તમારી નિસબતનો ખ્યાલ આવે. તમારી મહિલા અને યુવા વિકાસની પ્રવૃત્તિઓ ધ્યાનાકર્ષક છે. આઠ માર્ચે મહિલા ઉત્કર્ષ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર અને વિકાસ કરનાર સ્ત્રી સન્માન કાર્યક્રમમાં હાજર રહેતાં લાગ્યું છે કે તમે વિભિન્ન ક્ષેત્રે ઝળહળતી પ્રતિભાઓને શોધી કાઢો છો અને આસપાસની સ્ત્રીઓ માટે પ્રેરકબળ બનો છો. મને બરાબર યાદ છે કે તમે બ્લોક પ્રિન્ટીંગના વર્ગોનું સરસ આયોજન કરેલું. આ પ્રકારના તાલીમ કાર્યક્રમો ખાસ્સા ઉપયોગી બને છે. આપનું ફાઉન્ડેશન સાતત્યપૂર્વક કાર્ય કરતું રહે, તેવી શુભેચ્છા.

શૈલેન્દ્રસિંહ રાજપૂત
ખજાનચી ગુજરાત સ્ટોન ક્વોરી એસોશિયન

દર્શનભાઈ દેસાઈ મારા મિત્ર છે. અને ‘ શારદા ફાન્ડેશન ’ દ્રારા તેઓ ગરીબો માટે ખૂબ ખૂબ સારી પ્રવૃતિ કરે છે. તે અંગે હું માહિતગાર છું. ગરીબ વિધવા બહેનોને દત્તક લઈ તેઓની તમામ પ્રકારની સેવા કરવામાં આવે છે. તે ખૂબ પ્રશંસા પાત્ર કામ છે. છેલ્લે લોક ડાઉન દરમ્યાન હજારો લોકોને અનાજ, શાકભાજીના કીટ પહોચાડવા તથા તૈયાર ભોજન પહોંચાડવાની સારામાં સારી કામગીરી કરી છે. ઉપરાંત ૧૦૦ જેટલા પોલીસ અને હોમગાર્ડના સ્ટાફને સારામાં સારું ભોજન બનાવી ને દોઢ મહિના સુધી આ કામગીરી કરેલી. આ પ્રકારની કામગીરી વધારેમાં વધારે દર્શનભાઈ કરતા રહે તેવી શુભેચ્છા.

Abrar Bava
Al Mefuz Baag , Chikhli.

While I am writing about my dearest friend and well –wisher Mr.Darshan Desai. Be it the phylonthropic work done by his grandfather late Mr.Mohanbhai Desai and the great social work done by his father Mr.Arvindbhai Desai. I go on describing good work done by Mr.Darshanbhai Desai and his family towards mankind. I feel proud that the great legacy left behind by the ancestors is being carried forward very effectively by mr.Darshanbhai Desai.I being a spiritual and religious leader ,he like his forefathers has always maintain good equation with me and my family and his social services are fabulous .his work during on going pendamic is fantastic. He always providing good platform to the promising young stars to explore and shawcase their talent.

I congratulate to Drshanbhai Desai for all work that he has done and wish him long and healthy life.

જતીન પટેલ
ડીરેક્ટર અમેરિકન સ્પ્રિંગ, મુંબઈ

કોઈએ સાચું જ કહ્યું છે કે:

“ ખુદા કે દિલ કો ભી સુકૂન આતા હોગા,
જબ કોઇ ગરીબ ચહેરા મુસ્કુરાતા હોગા.ˮ

દર્શનભાઈ, આપનું શારદા ફાઉન્ડેશન સમાજસેવા દ્વારા વર્ષોથી માનવતા નો પરીચય આપી રહ્યું છે અને તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરીને માનવતાનું કર્તવ્ય સાચા અર્થમાં નિભાવી રહ્યા છો બીજા શબ્દોમાં કહીએ તો તમે ગરીબોના ચહેરા પર મુસ્કાન લાવી રહ્યા છો જે જોઈને ઈશ્વર ને પણ પરમ સંતોષ થતો હશે.

ચીખલી અને ખેરગામ તાલુકાની વિધવા બહેનોના ઉત્થાન માટે તમે કાર્યરત છો અને તેમને અનાજ તથા કરિયાણુ પૂરું પાડો છો અને સાથે સાથે સમાજલક્ષી અન્ય પ્રવૃત્તિઓ પણ કરો છો જેવીકે બાળકોને દિવાળી દરમ્યાન મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરવું, મેડિકલ તથા આંખો ના કેમ્પ કરી મોતિયાના ઓપરેશનની વ્યવસ્થા, મકાનોનું નવીકરણ , ઉનાળામાં પાણી ની પરબ ચાલુ કરવી તથા પવિત્ર રમઝાન માસ માં ઇફ્તાર પાર્ટી નું આયોજન વગેરે. આમ સમાજ સેવા દ્વારા સમાજમાં પરિવર્તન લાવવા માટે તમે અવિરત અને અથાગ પ્રયત્ન કરતા રહો છો.

એમ કહેવાય છે કે સમાજ સેવા થી જીવનમાં બીજું કોઈ મોટું કાર્ય નથી અને તેથીજ દર્શનભાઈ તમે તમારી પારિવારિક જવાબદારીઓ ની સાથે સાથે સામાજિક જવાબદારીઓ એટલે કે સમાજ સેવા માટે પણ સમય કાઢી રહ્યા છો. સમાજ પ્રત્યેની તમારી આવી અદ્ભુત કર્તવ્યનિષ્ઠા ખરેખર પરમ વંદનીય છે.

આપ જે ઉમદા માનવ કલ્યાણ ના કાર્યો કરી રહ્યા છો એનો મને તથા મારા પરિવાર ને અપાર ગર્વ છે. પરમ કૃપાળુ પરમાત્મા આપને લોક કલ્યાણ કરવાની શક્તિ અને સામર્થ્ય આપે. આ તબક્કે આપને તથા આપની ટીમ ને સમાજ પ્રત્યેની નિષ્ઠાપૂર્વક ની સેવા કરવા બદલ હું અંતર થી અભિનંદન પાઠવું છું અને એબદલ ગૌરવ ની લાગણી પણ અનુભવું છું.

અંતમાં ઈશ્વર આપને તથા આપના પરિવારને દીર્ઘાયુષ્ય બક્ષે તથા તમે બધા હંમેશા સ્વસ્થ રહો તથા સમાજ સેવા ના કાર્યો માં વ્યસ્ત રહો અને તમારા દાદા સ્વ.શ્રી મોહનલાલ દેસાઈ અને દાદી શારદામાં નું નામ સદા સર્વદા રોશન કરો એજ અભ્યર્થના.

ચંદ્રકાન્ત માંડવીયા

હું એક ખેડૂત છું અને ટેક્ષટાઈલ વ્યવસાય સાથે સકળાયેલ છું. સદનસીબે વર્ષો પહેલા શ્રી દર્શનભાઈનો પરિચય થયો અને ‘શારદા ફાઉન્ડેશન’ અંગે જાણવા મળ્યું.

શ્રી દર્શનભાઈના દાદીમા શારદાબેન ખુબ પરોપકારી જીવ હતા. હંમેશા જરૂરિયાતમંદ આર્થિક પછાત બહેનોની પડખે ઊભા રહેતા હતા. દાદીમાની આ પરોપકારી ભાવનાને જીવંત રાખવાના ઉદેશ્યથી અંતરિયાળ પછાત વિસ્તારમાં વંચિતોના વિકાસ અર્થે ‘ શારદા ફાઉન્ડેશન’ ની સ્થાપના કરવામાં આવી અને ફાઉન્ડેશન દ્રારા ૧૦૦ થી પણ વધુ નિરાધાર, ગરીબ બહેનોને દત્તક લઈને ખંત અને નિષ્ઠાપૂર્વક પાયાની મૂળભૂત જરૂરિયાતો જેમ કે અન્ન, વસ્ત્ર, આવાસ અને આરોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહેલ છે.

શ્રી દર્શનભાઈના સહવાસમાં રહેવાથી ‘ શારદા ફાઉન્ડેશન’ ની અવિરત સેવાયાત્રામાં સહભાગી થવાનો લ્હાવો પ્રાપ્ત થાય છે. આવી ઉત્તમ સામાજિક પ્રવૃત્તિ કરવા બદલ શ્રી દર્શનભાઈ દેસાઈ તથા ‘ શારદા ફાઉન્ડેશન’ ને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું તથા આવી ઉત્કૃષ્ઠ કામગીરી અવિરત ચાલતી રહે તેવી શુભેકામનાઓ.

DHIRAJ KUMAR
Branch manager, Chikhli, Corporation Bank

We Thank You For Sourcing And Funding In More Than 5000 ( Five Thousand ) PMSBY Accounts. These All Accounts Belongs To Poor Woman And This Will Definitely Help Her Family In Case Of Any Unfortunately Accident Happen With Them In Future.

We Thanks You For Bring Social Revolution In CHIKHLI TALUKA And Appreciate Your Passion Towards Help of Poor People. We Wish You Work In Same Passion In Future Also.

આનંદ દેસાઈ – ઘાસવાલા
ડિરેક્ટર., મેકર્સ પોલિ ફિલ્મ્સ પ્રા.લિ., વલસાડ.

આપના દાદીમા અને દાદાજીની સામાજિક નિસબત અને સેવા સંસ્કારની વારસાઈ આપને આપના પિતાશ્રી થકી શારદા ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આર્થિક નિર્ભરતા અને જાગૃતિકાર્ય સુધી લઈ ગઈ છે.

આપે કોરોના સંકટમાં પણ શારદા ફાઉન્ડેશન દ્વારા આસપાસના જરૂરતમંદ લોકો અને વટેમાર્ગુ શ્રમિકો માટે જે સહાય કરી છે અને જાતની પરવા કર્યા વગર સક્રિય રહ્યા છો, તેના અમે સાક્ષી છીએ. વડાપ્રધાનશ્રીની દીર્ઘર્દષ્ટિને પ્રમાણી, એમના દ્વારા ઘોષિત ‘ એકલ નારીઓ ’ ની આર્થિક સક્ષમતા અને વિકાસ કાર્યક્રમ માટેની શારદા ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતા માટે આપને ધન્યવાદ.આ તબક્કે મને આપના દાદા અને અમારા દાદાના મૈત્રીસંબંધો પણ યાદ આવે છે. જે ધરોહર પેઢી દર પેઢી યોગ્ય વ્યક્તિઓ પાસે જાય છે, તે ઉજ્જવળ બની રહે છે. શારદા ફાઉન્ડેશન પ્રવૃત્તિઓ ઉજ્જવળ બની રહી છે. તે વધારે સઘન બને, એવી શુભેચ્છા.

મેહુલ દેસાઈ
ડિરેક્ટર. , દેસાઈ કન્સ્ટ્રક્શન પ્રા.લિ. ,વલસાડ.

આપના દાદીમાની સ્મૃતિમાં સક્રિય શારદા ફાઉન્ડેશનની પ્રવૃત્તિનો મને અવારનવાર પરિચય થતો રહ્યો છે. ક્યારેક એમાં સહભાગી થવાનો અનુભવ પણ છે. આપના દાદીમાના ભક્તિયોગ અને દાદાજીના કર્મયોગનું સુકાન આપના પિતાશ્રી દ્વારા આપને મળ્યું છે. શારદા ફાઉન્ડેશને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારની એકલ નારીઓના સંઘર્ષને પ્રમાણી એમને આર્થિક પ્રવૃત્તિઓ માટે, કૌશલ્ય વિકાસ અને સહાય માટે અનેક પ્રોગ્રામ્સ હાથ ધર્યા છે. રેલ રાહત હોય કે આરોગ્યલક્ષી કટોકટી, શારદા ફાઉન્ડેશનની હાજરીની નોંધ લેવી પડે, એટલું કાર્ય તો થતું જ રહે છે. યુવાશક્તિ અને મહિલાશક્તિને સતત જાગૃત અને સક્રિય રાખવાની વડાપ્રધાનશ્રીની સંકલ્પનાને મજબૂત બનાવવાની શારદા ફાઉન્ડેશનની નિસબતથી હું પ્રભાવિત છું. ચીખલી પંથકમાં કવિશ્રી સ્નેહરશ્મિ અને ધીરુભાઈ અગાસીવાળા જેવા સાહિત્યકાર અને સેવાકર્મીઓની એક કર્મઠ પેઢીની ગરિમા અને જાજ્વલ્યમાન પરંપરા છે. શારદા ફાઉન્ડેશન એ પેઢીની વારસાઈને ઉજાગર કરે તેવું યુવાધન સર્જે, એવી શુભેચ્છા .

સરિતા ગાયકવાડ
ભારતીય એથલિટ ગોલ્ડ મેડાલિસ્ટ એશિયન ગેમ્સ

ચીખલી કોલેજમાં આવીને જ મે ખો-ખો ને બદલે એથ્લેટીક્સમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું અને ખુલ્લા પગે દોડતી મને એથ્લેટીક્સના સ્પાઈક શુઝ અપાવી મને શુઝ પહેરી દોડતી કરી અને ચીખલી કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અને શારદા ફાઉન્ડેશનના સ્થાપક દર્શનભાઈએ મને દત્તક લેવાની જાહેરાત કરી, અવાર-નવાર મારી તમામ જરૂરિયાતો પૂરી કરી છે. કોલેજના પાંચ વર્ષ પછી પણ ભૂતપૂર્વ વિધાર્થિની હોવા છતાં મારી તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાના સમયે શારદા ફાઉન્ડેશને જરૂરી સવલતો પૂરી પાડી છે.

શારદા ફાઉન્ડેશને મારા જેવા ઘણા બઘા દીકરા- દીકરીઓને રમતમાં આગળ આવે, એ હેતુથી પ્લેટફોર્મ પૂરુ પાડે છે. હું શારદા ફાઉન્ડેશનને શુભેચ્છાઓ પાઠવું હું તેમજ તેમના દ્ગારા વરસોવરસ સેવાના કાર્યો થતા રહે એવી અભ્યર્થના.